ગુજરાતના 24 વર્ષોના તીવ્ર વિકાસની વ્યાખ્યા આપતો ઉત્સવ એટલે “વિકાસ સપ્તાહ”!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 24 વર્ષોની ઉજવણીના અનુસંધાને રાજ્યભરમાં વિકાસ સપ્તાહ – 2025 ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે.
તે અંતર્ગત આજે વ્યારા ખાતે વ્યારા અને સોનગઢ નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જે લોકોના જીવનસ્તર સુધારશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
કાર્યક્રમ દરમિયાન મોદી સરકારના 24 વર્ષના ગૌરવપૂર્ણ વિકાસયાત્રા અને સિદ્ધિઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો, જે “સુશાસન” અને “સર્વાંગી વિકાસ”ના મજબૂત સ્તંભ તરીકે દેશને નવી ઊંચાઈઓએ પહોંચાડે છે.
આવો “વિકાસ સપ્તાહ” માત્ર ઉજવણી નથી, પણ એ આપણા સૌના સહભાગી પ્રયત્નોનું પ્રતિબિંબ છે — એક સમૃદ્ધ, આત્મનિર્ભર અને પ્રગતિશીલ ભારત તરફનું પ્રેરણાસ્ત્રોત.

